Make Sandesh your homepage!
Our site Web
23 Dec, Sun, 2007
  Stock Market
 
 Currency Converter
 Amount
From
into
 


 CROSSWORD
 SUDOKU
 HOROSCOPES
 
 
Home / Supplements / Nari / Articles
Articles
 
વિભા શાહ - ‘ફૂડરોક-વાનગી’


પનીર વીથ ક્રોકોનટ ગ્રેવી

સામગ્રી : ૧૫૦ ગ્રામ લાંબી ચિપ્સની જેમ કાપેલું પનીર, ૧ કપ લીલા નાળિયેરનું ખમણ, ૧ ઝીણો સમારેલો કાંદો, ૧ ટી. સ્પૂન વાટેલા આદંુ મરચાં, ૩ કળી લસણ, ૧/૪ કપ ટોમેટો કેચપ, ૨ ટી. સ્પૂન લાલ મરચું, ૧/૪ ટી. સ્પૂન હળદર, ૧ ટી. સ્પૂન ધાણાજીરું પાઉડર, ૧ ટી. સ્પૂન કરી પાઉડર, ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર, ૧ ટેબલ સ્પૂન કસુરી મેથી, ૧/૨ કપ નાળિયેરનું પાણી અથવા સાદંુ પાણી, ૩/૪ કપ પાણી - ૧ ટી.સ્પૂન કોર્નફલોર ઓગાળેલું, ૨ ટેબલ સ્પૂન તેલ, મીઠું સ્વાદ મુજબ.

રીત : (૧) નાળિયેરનું ખમણ, લસણ, કાંદો, આદું-મરચાં, લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, કરી પાઉડર અને થોડું પાણી ભેગા કરવા. આ સામગ્રીની મિકસર જારમાં પેસ્ટ તૈયાર કરવી. (૨) નોનસ્ટીક પેનમાં તેલ ગરમ મૂકી પનીરના ટુકડા શેલો ફ્રાય કરવા. પનીર બદામી રંગનું થાય એટલે પ્લેટમાં કાઢી લેવું. (૩) તે જ પેનમાં વધેલા તેલમાં તૈયાર કરેલી પેસ્ટ સાંતળવી. થોડીવાર બાદ ટોમેટો કેચપ ઉમેરવો. શેલો ફ્રાય કરેલા પનીરના ટુકડા ઉમેરી, કોર્નફલોર વાળું પાણી અને પેસ્ટમાં ઉમેરતા વધેલું પાણી ઉમેરવા. બરાબર મિક્સ કરી ગ્રેવી ઘટ્ટ થવા દેવી. (૪) ગ્રેવીમાં ઝીણી સમારેલી કોથમીર અને કસુરી મેથી (થોડી હાથેથી મસળીને) ઉમેરવા બધુ બરાબર હલાવી ગેસ ઉપરથી ઉતારી લેવું. ગરમ શાક ફુલચા, લચ્છા પરોઠા અથવા નાન સાથે સર્વ કરવું.

  • ગ્રેવીની ઘટ્ટતા આપની રુચિ મુજબ કરવા પાણી વધતું - આછું કરી શકાશે.

મેથી પનીર પુલાવ

સામગ્રી : ૧ ૧/૨ કપ ચોખા, ૧૦૦ ગ્રામ પનીરના નાના ચોરસ કાપેલા ટુકડા, ૧ કપ સાફ કરી ઝીણી સમારેલી મેથી, ૨ ઝીણાં સમારેલા કાંદા, ૪ ઝીણાં સમારેલા લીલા મરચાં, ૩થી ૪ કળી કચરેલું લસણ, ૩થી ૪ કપ હૂંફાળું ગરમ પાણી, ૨ તમાલ પત્ર, એક ટુકડો તજ, ૧ ટેબલ સ્પૂન ઘી, ૧ ટેબલ સ્પૂન તેલ, ૧/૨ ટી. સ્પૂન ગરમ મસાલો, ૧/૨ કપ બીટ કરેલું દહીં, મીઠું સ્વાદ મુજબ.

રીત : (૧) ચોખા ધોઈ પાણી નીતારી અડધો કલાક પલળવા દેવા. (૨) નોનસ્ટીક કઢાઈમાં ઘી ગરમ મૂકી તજ અને તમાલપત્ર ઉમેરવા. ચોખા સાંતળી ૩ કપ હૂંફાળું ગરમ પાણી ઉમેરવું. ઢાંકણ ઢાંકી ભાત તૈયાર કરવો. જરૂર પડે તો જ થોડું પાણી ઉમેરવું. છૂટો ભાત રાંધવો. (૩) નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરી કાંદા સાંતળવા. લીલા મરચાં અને લસણ ઉમેરવા. કાંદો સંતળાય એટલે મેથીની ભાજી ઉમેરવી. મેથીની ભાજી થોડી ચઢી જાય એટલે પનીરના ટુકડા ઉમેરવા મીઠું અને ગરમ મસાલો નાંખી, મિક્સ કરી પેન ગેસ ઉપરથી ઉતારી લેવું. (૪) તૈયાર કરેલ મિશ્રણને ભાતમાં હળવે હાથે હલાવી મિક્સ કરવું. છેલ્લે બીટ કરેલું દહીં ઉમેરી બરાબર હલાવી ગરમ પુલાવ સર્વ કરવો.

પનીર ઉત્તપમ

સામગ્રી : ખીરા માટે : ૧/૨ કપ અડદની દાળ, ૧ ૧/૨ કપ રવો, ૧/૨ કપ છીણેલું પનીર, ૩થી ૪ ઝીણાં સમારેલાં લીલાં મરચાં, થોડા મેથીના દાણા, મીઠું સ્વાદ મુજબ. ઉપર પાથરવા માટે ૧/૨ કપ ઝીણાં સમારેલા કાંદા, ૧/૨ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ, ૧/૨ કપ ઝીણાં સમારેલા ટામેટાં, ૧ કપ છીણેલું પનીર, ઉત્તપમ ઉતારવા માટે તેલ, લીલી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કરવા.

રીત : (૧) અડદની દાળ ધોઈ, મેથીના દાણા ઉમેરી ૪થી ૫ કલાક પલાળવી. (૨) રવાને કુકરના ડબ્બામાં મૂકી, ફીટ ઢાંકણ ઢાંકી પ્રેશર પાનમાં બે વ્હીસલે કોરો બાફવો. (૩) પલળેલી અડદની દાળને પૂરતું પાણી ઉમેરી મિકસરમાં ઝીણી વાટી લેવી. (૪) કૂકર ઠંડંુ પડે એટલે રવાના ડબ્બા ઉપરનું ઢાંકણ સાવચેતીથી કાઢી લઈ (ડબ્બાનાં ઢાંકણ પરના પાણીના ટપકા રવામાં ના પડે તેનું ધ્યાન રાખવું) રવો વાટેલી અડદની દાળમાં બરાબર મિક્સ કરવો. (૫) જરૂર મુજબ પાણી નાંખી ઉત્તપમ પથરાય તેવું ખીરું તૈયાર કરવું. મીઠું ઉમેરી, ઢાંકણ ઢાંકી ખીરું આથો લાવવા ૬થી ૮ કલાક મૂકી રાખવું. લીલાં મરચાં, છીણેલું પનીર ઉમેરી ઉત્તપમ ઉતારવા તૈયાર કરવું. (૬) નોનસ્ટીક તવી પર તેલ ગરમ મૂકી એક ચમચા જેટલું ખીરું લઈ નાનો ઉત્તપમ પાથરવો. તેમાં વચ્ચે ટામેટાં, તેની ફરતે કેપ્સિકમ અને છેલ્લે તેની ફરતે કાંદા ગોળ પાથરી દેવા, ઉપર છીણેલું પનીર ભભરાવી ઉત્તપમ એક તરફ થવા દેવો. રંગ બદલાય એટલે પલટાવી તેલ મૂકી ઉત્તપમ તૈયાર કરવો. (૭) આ રીતે બાકીના ખીરામાંથી ઉત્તપમ તૈયાર કરવા. (૮) તૈયાર ઉત્તપમ લીલી ચટણી અથવા લસણની ચટણી સાથે સર્વ કરવા.

* ઉપર પાથરવાની સામગ્રી આપ બધી વસ્તુ ભેગી કરીને પણ પાથરી શકશો અથવા પનીર સિવાયની બધી સામગ્રી ખીરામાં નાંખી ઉત્તપમ પાથરી, ઉપર પનીર ભભરાવીને પણ ઉત્તપમ બનાવી શકાશે.

બેકડ પનીર

સામગ્રી : ૩૦૦ ગ્રામ પનીરના ચોરસ કાપેલા ટુકડા, ૨ કપ દૂધ, ૨ ટેબલ સ્પૂન કોર્નફલોર, ૨ ટી સ્પૂન બટર, ૧ ટી. સ્પૂન મરી પાઉડર, ૧ ટી. સ્પૂન ઓરેગનો, ૨ ક્યૂબ છીણેલું ચીઝ, મીઠું સ્વાદ મુજબ.

રીત : (૧) દૂધમાંથી થોડું દૂધ બાજુ પર કાઢી, બાકીનું દૂધ ગરમ કરવા મૂકવું. બાજુ પર કાઢેલા દૂધમાં, કોર્નફ્લોર ઓગાળી દેવો. (૨)ગરમ થતા દૂધમાં કોર્નફલોર વાળું દૂધ અને બટર ઉમેરી વ્હાઈટ સોસ તૈયાર કરવો. તેમાં મરી પાઉડર ઉમેરી ગેસ ઉપરથી ઉતારી ઠંડું પડવા દેવું. (૩) પનીરના ટુકડામાં મીઠું અને ઓરેગનો ઉમેરી હલાવી લેવું. આ ટુકડા થોડીવાર માટે મૂકી રાખવા. (૪) ઠંડા પડેલા વ્હાઈટ સોસમાં મીઠું ઉમેરવું. મેરિનેડ થયેલા પનીરના ટુકડા ઉમેરી મિશ્રણ તૈયાર કરવું. (૫) બેકિંગ ડીશ અથવા ટ્રેમાં મિશ્રણ પાથરી ઉપર છીણેલું ચીઝ ભભરાવી, ચીઝ બદામી રંગનું થાય ત્યાં સુધી બેક કરવું. (૬) બેક્ડ પનીર ટોમેટો સોસ સાથે ગરમ સર્વ કરવું.


                                                                     
 
 
 
 
 
  Top Related Articles
વિભા શાહ - ‘ફૂડરોક-વાનગી’
17/12/2007 08:30:57
વિભા શાહ - ‘ફૂડરોક-વાનગી’
10/12/2007 09:25:25
વિભા શાહ - ‘ફૂડરોક-વાનગી’
03/12/2007 12:00:00
વિભા શાહ - ‘ફૂડરોક-વાનગી’
12/11/2007 12:00:00
વિભા શાહ - ‘ફૂડરોક-વાનગી’
05/11/2007 12:00:00
વિભા શાહ - ‘ફૂડરોક-વાનગી’
03/09/2007 12:00:00
વિભા શાહ - ‘ફૂડરોક-વાનગી’
16/07/2007 12:00:00
 
 
 
 
  For comments and feedback send Email
Sandesh Bhavan, Lad Society Road, Vastrapur,
Ahmedabad-380 054. [Gujarat] INDIA.
Email : sandesh@sandesh.com
Phone: +91-79-40004000
Fax: +91-79-40004121
Email : investorsgrievance@sandesh.com
 
  Site best viewed in I.E 6 or + with 1024 x 768 Resolution
© Reproduction in whole or in part without written permission is prohibited.