ઓગસ્ટ ૨૪

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

૨૪ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૭૯ – માઉન્ટ વિસુવિયસ જવાળામુખી ફાટ્યો. 'પોમ્પી' (Pompeii), 'હર્ક્યુલનિયમ' (Herculaneum), અને 'સ્ટેબી' (Stabiae) નગરો જવાળામુખીની રાખમાં દટાઇ ગયા.
  • ૧૪૫૬ – 'ગુટેનબર્ગ બાઇબલ' (પ્રથમ છપાયેલું પૂસ્તક)નું મુદ્રણકાર્ય પૂર્ણ થયું.
  • ૧૬૦૮ – પ્રથમ અધિકૃત અંગ્રેજ પ્રતિનિધિ ભારતનાં સુરતનાં કિનારે ઉતર્યો.
  • ૧૬૯૦ – કોલકાતા (કલકત્તા) નો પાયો નંખાયો.
  • ૧૮૭૫ – કેપ્ટન મેથ્યુ વેબ્બ, 'ઇંગ્લિશ ચેનલ' તરીને પાર કરનાર પ્રથમ માનવી બન્યો.
  • ૧૮૯૧ – થોમસ આલ્વા એડિસનને ચલચિત્ર કેમેરા માટેના પેટન્ટ પ્રાપ્ત થયા.
  • ૧૯૬૮ – ફ્રાન્સે તેનો પ્રથમ હાઇડ્રોજન બોંબ વિસ્ફોટ કર્યો, આ સાથે તે વિશ્વનું પાંચમું અણુશક્તિ ધરાવતું રાષ્ટ્ર બન્યું.
  • ૧૯૭૧ - ઇંગ્લેંડમાં ભારતનો પ્રથમ ટેસ્ટક્રિકેટ વિજય.
  • ૧૯૯૫ – માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ૯૫ પ્રકાશિત કર્યું, જે દ્વારા પ્રથમ વખત 'સ્ટાર્ટ મેનુ'નો પરિચય કરાવ્યો, આ સાથે પર્સનલ કોમ્પ્યુટરનાં જગતમાં ક્રાંતિ આવી.
  • ૨૦૦૬ – આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ (IAU) દ્વારા "ગ્રહ"ની વ્યાખ્યા સુધારવામાં આવી, જેથી યમ (પ્લૂટો) લઘુગ્રહની શ્રેણીમાં આવી ગયો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]