Breaking News
.

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તખ્તાના તાજ, નાટયગુરૃ પ્રો.માર્કંડ ભટ્ટનું ૮૭ વર્ષની ઉંમરે અવસાન

- આધુનિક ગુજરાતી નાટકોના જન્મદાતા માર્કંડ ભટ્ટે ૬૦ના

- દાયકામાં મૃતઃપ્રાય ગુજરાતી નાટય કલામાં પ્રાણ પૂર્યા હતા

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શુક્રવાર
આધુનિક ગુજરાતી નાટકોના જન્મદાતા, નાટયગુરૃ અને તખ્તાના તાજ પ્રો.માર્કંડ ભટ્ટનું આજે ૮૭ વર્ષની ઉમરે વડોદરા તેમના નિવાસ સ્થાન ખાતે અવસાન થયુ છે. માર્કંડ ભટ્ટ એવા કલાકાર હતા કે જેઓએ આખી જીંદગી કલાને સમર્પિત કરી હતી.
૧૦ વર્ષની ઉમરથી જ તેઓએ ગામની નાટક મંડળીઓમાં અભિનયની શરૃઆત કરી દીધી હતી. તેઓ ૧૯૫૮માં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટિમાં ડ્રામા વિભાગમાં માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન જ સાથે અભ્યાસ કરતી ઉર્મિલા સાથે તેઓએ લગ્ન કરી લીધા હતાં. ઉર્મિલાબેન ભટ્ટે હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કરીને ખુબ નામના મેળવી હતી.  ઉર્મિંલાબેન ૮ વર્ષ પહેલા જ સાથ છોડી જતાં માર્કંડભાઇ એકલા પડી ગયા હતાં.
તેઓ દેશ વિદેશમાં મળીને ગુજરાતી નાટકોના ૧૫૦૦થી વધુ પ્રયોગો કર્યા હતાં. મહત્વની વાત એ હતી કે ૬૦ના દાયકામાં જ્યારે ગુજરાતી નાટય મંડળીઓનુ અસ્તિત્વ જોખમમાં મુકાયુ હતુ ત્યારે આધુનિક ગુજરાતી નાટકોને કલારસીકો સમક્ષ મુકીને ટિકીટબારી પર ટંકશાળા પાડી હતી.
પરંતુ ૧૯૯૦ પછી જે પ્રકારે ગુજરાતી નાટકોનો પ્રકાર બદલાયો તે જોઇને માર્કંડભાઇ ખુબ દુઃખી હતા.


માર્કંડભાઇ સંગીત નાટય અકાદમીના પ્રથમ પ્રમુખ  હતા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
એક કાર્યક્રમમાં કલાકારોનુ સન્માન કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઇ પટેલને બોલાવામાં આવ્યા હતાં અને કાર્યક્રમ દરમિયાન જ માર્કંડભાઇએ મુખ્યમંત્રીને જાહેરમા માઇક પર કહ્યુ હતુ કે કલાકારોના સન્માનનુ કામ તો ખરેખર સરકારે કરવુ જોઇએ અને ત્યાર પછી ગુજરાત ગૌરવ પુરસ્કારની શરૃઆત કરવામાં આવી હતી.
- ગુજરાત સંગીત નાટય અકાદમીને સ્વાયત્ત સ્વરૃપ અપાયુ ત્યારે સૌપ્રથમ પ્રમુખ તરીકે માર્કંડ ભટ્ટ નિમાયા હતા.

માર્કંડ ભટ્ટ દિગ્દર્શિત-અભિનિત સફળ નાટકો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
માર્કંડભટ્ટ અભિનિત અને દિગ્દર્શિત સફળ ગુજરાતી નાટકોમાં - શેતલને કાંઠે. ધરા ગૂર્જરી, વસુંધરાના વહાલાં દવલાં, ફિંગર પ્રિન્ટ, ગગને મેઘ છવાયો, જનની જન્મભૂમિ, હોહોલિકા, નવા કલેવર ધરો હંસલા, રક્તબીજ, પરિત્રાણ, સુમનલાલ ટી દવે, સિકંદર સાની ઇત્યાદીનો સમાવેશ થાય છે.
 

Post Comments