Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપણે બધાં અલગ છીએ છતાં એક છીએ અને એક રહીશું: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

- રાષ્ટ્રનિર્માણનો આધાર છે રાષ્ટ્રીય ગૌરવઃ દેશનો પ્રત્યેક નાગરિક રાષ્ટ્રનિર્માતા

- પડકારો છતાં દેશમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂળ મંત્રનું પાલન થાય છે

નવી દિલ્હી, તા. 25 જુલાઇ 2017, મંગળવાર

દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરનાર રામનાથ કોવિંદે આજે પોતાના ભાષણમાં કહ્યું કે ભારતના રાષ્ટ્રપતિની જવાબદારી સોંપવા બદલ આભાર વ્યક્ત કરું છું. હું સંપૂર્ણ વિનમ્રતા સાથે આ પદ ગ્રહણ કરું છું. તેમણે કહ્યું કે સેન્ટ્રલ હોલમાં આવીને જૂની યાદો તાજી થઇ ગઇ, સાંસદ તરીકે અહીંયા ઘણાં મુદ્દે ચર્ચા કરી છે. હું માટીમાં ઉછર્યો છું, મારી યાત્રા ઘણી લાંબી રહી છે.

રાષ્ટ્રપતિના ભાષણના અંશઃ

- એકબીજાના વિચારોને માન આપવું એ જ લોકશાહીની સુંદરતા છે.
- તમામ પડકારો છતાં દેશમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂળ મંત્રનું પાલન થાય છે.
- રાજેન્દ્રપ્રસાદ, ડૉ. કલામ, પ્રણવ મુખર્જી જેવી વિભૂતિઓના પથ પર ચાલવા જઇ રહ્યો છું.
- આપણે એક એવા ભારતનું નિર્માણ કરવાનું છે જે આર્થિક વિકાસની સાથે સમાનતાના મૂલ્યોને આગળ ધપાવે.
- વિવિધતા જ આપણને અદ્વિતીય બનાવે છે.
- ભાષા, જીવનશૈલી, ધર્મ તમામના જુદાં જુદાં છે છતાં પણ આપણે એક છીએ અને આ આપણી તાકાત છે.
- આપણે બધાં અલગ છીએ છતાં એક છીએ અને એક રહીશું.
- ડિજિટલ રાષ્ટ્ર આપણને પ્રગતિની નવી ઊંચાઇઓ સર કરવામાં મદદ કરશે.
- વિકાસ કરવામાં સરકાર સહાયકની ભૂમિકા ભજવે છે.
- રાષ્ટ્રનિર્માણનો આધાર છે રાષ્ટ્રીય ગૌરવ.
- આપણને ભારતની વિવિધતા, સમાવેશક સ્વભાવ પર, પોતાના કર્તવ્યોના નિર્વહન પર ગર્વ છે.
- દેશનો પ્રત્યેક નાગરિક રાષ્ટ્રનિર્માતા છે.
- નવી શોધ કરનારા વૈજ્ઞાનિક રાષ્ટ્રનિર્માતા છે.
- આકરા તાપમાં દેશ માટે અનાજ ઉગાડતા ખેડૂત, મહિલાઓ રાષ્ટ્રનિર્માતા છે.
- ગ્રામપંચાયતથી લઇને સંસદ સુધી દેશના પ્રતિનિધિઓ નાગરિકોની અપેક્ષાઓ પૂરી કરવા કામ કરે છે.

Post Comments