Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય ટીમને સતત ૮ ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવી ઈતિહાસ સર્જવાની તક

- બુધવારથી ભારત-શ્રીલંકાની ટેસ્ટશ્રેણીનો પ્રારંભ

- છેલ્લી ૨૪ ટેસ્ટમાંથી ભારતનો ૧૭માં વિજય, માત્ર બેમાં પરાજય

- ૨૦૧૫માં શ્રીલંકાપ્રવાસ સાથે જ ભારતના શ્રેણીવિજયનો સિલસિલો શરૃ થયો હતો

કોલંબો, તા. ૨૪ સોમવાર, જુલાઈ 2017
પ્રવાસી ભારત અને શ્રીલંકા વચ્ચે બુધવારથી ત્રણ મેચની ટેસ્ટશ્રેણીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વર્તમાન ફોર્મ અને ટીમ સંતુલનને જોતાં યજમાન શ્રીલંકા સામે ભારત વિજય મેળવવા માટે હોટફેવરિટ રહેશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લી સળંગ સાત ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવી ચૂકી છે. આમ, ૧૯૩૨થી ટેસ્ટ ક્રિકેટમાં રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમને પ્રથમ વખત સતત આઠ ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવીને ઈતિહાસ સર્જવાની તક રહેશે. સળંગ સૌથી વધુ ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવવાનો સંયુક્ત રેકોર્ડ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને નામે છે. ઇંગ્લેન્ડે ૧૮૮૪થી ૧૮૯૧ અને ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૫થી ૨૦૦૮ દરમિયાન સળંગ ૯ ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવ્યા હતા.

ભારતના આ સળંગ ટેસ્ટશ્રેણી વિજયનો સિલસિલો ઓગસ્ટ ૨૦૧૫માં શ્રીલંકા સામેની ટેસ્ટશ્રેણી સાથે જ શરૃ થયો હતો. ભારતે તે વખતે શ્રીલંકાને તેની ધરતીમાં ૨-૧થી ટેસ્ટશ્રેણીમાં પરાજય આપ્યો હતો. આ પછી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ૩-૦થી, વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૦થી, ન્યૂઝીલેન્ડ સામે ૩-૦થી, ઇંગ્લેન્ડ સામે ૪-૦થી, બાંગલાદેશ સામે ૧-૦થી, ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી ટેસ્ટશ્રેણી જીતી હતી. આમ, ભારતીયે છેલ્લી સાત ટેસ્ટ શ્રેણીની ૨૪ ટેસ્ટમાંથી ૧૭માં વિજય મેળવ્યો છે જ્યારે પાંચ ટેસ્ટ ડ્રો રહી છે અને માત્ર બેમાં તેનો પરાજય થયો છે.

જોકે, શ્રીલંકાને ઓછી આંકવાની કિંમત પણ ભારતને ભારે પડી શકે છે. શ્રીલંકાએ ઘરઆંગણે છેલ્લી ચારમાંથી ત્રણ ટેેસ્ટશ્રેણી જીતી છે અને એક ડ્રો રહી છે. ગત વર્ષે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાનો ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો.

રાહુલ પ્રથમ ટેસ્ટમાંથી આઉટ
લોકેશ રાહુલ તાવને કારણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાંથી ખસી ગયો છે. બીસીસીઆઇની મેડિકલ ટીમે તકેદારીના ભાગરૃપે લોકેશ રાહુલને વધુ આરામની સલાહ આપી છે. રાહુલ છેલ્લે માર્ચ ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામે ધરમસાલા ટેસ્ટમાં રમ્યો હતો અને ત્યારબાદ ખભાની ઈજાને કારણે તેને આઇપીએલ,  ચેમ્પિયન્સ ટ્રોફી પણ ગુમાવવી પડી હતી. ગત સપ્તાહે વોર્મઅપ મેચમાં ૫૪ રન સાથે લોકેશ રાહુલે ફિટનેસ મેળવવા સાથે સારા ફોર્મના પણ સંકેત આપ્યા હતા. હવે શિખર ધવન સાથે અભિનવ મુકુંદ ઇનિંગ્સનો પ્રારંભ કરે તેવી સંભાવના છે. પાર્થિવ પટેલે વિકેટ કીપર જ નહીં ઓપનર તરીકે પણ  સારો દેખાવ કર્યો હોવા છતાં તેને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. બીજી તરફ મુકુંદે ફ્લોપ શો છતાં ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે.  

ભારત ત્રણ સ્પિનરને રમાડશે?
ગોલ ખાતે રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભારત અશ્વિન-જાડેજા અને કુલદીપ યાદવ એમ ત્રણ સ્પિનરને રમાડે તેવી સંભાવના છે. કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામેની ધરમસાલા ટેસ્ટ અને ગત સપ્તાહે વોર્મ અપ મેચમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો. પ્લેઇંગ ઇલેવનમાં શિખર ધવન- મુકુંદ-પૂજારા-કોહલી-રહાણે એમ પાંચ બેટ્સમેનને સામેલ કરવામાં આવી શકે છે. રોહિત શર્મા ઓક્ટોબર-૨૦૧૬માં છેલ્લે ટેસ્ટમેચ રમ્યો હતો. ટેસ્ટમાં પુનરાગમન માટે રોહિત શર્માને વધુ રાહ જોવી પડી શકે છે.

શ્રીલંકાની ૧૯૯૬ની 'વર્લ્ડ ચેમ્પિયન ટીમ' મેદાનમાં!
શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે હસન તિલકરત્નેની વરણી કરવામાં આવી છે. આ સાથે એક રીતે શ્રીલંકાની વર્તમાન ક્રિકેટ ટીમ સાથે ૧૯૯૬ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના વધુ એક સદસ્યનો ઉમેરો થયો છે. હાલમાં શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર તરીકે સનત જયસૂર્યા, સલાહકાર તરીકે અસાન્કા ગુરુસિંહા, બોલિંગ કોચ તરીકે ચમિન્ડા વાસ છે. આ સદસ્યો શ્રીલંકાની ૧૯૯૬ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સદસ્યો હતા.

શ્રીલંકા ખાતે ટેસ્ટશ્રેણીમાં ભારત

વર્ષ

ટેસ્ટ

પરિણામ

૧૯૮૫

શ્રીલંકાનો ૧-૦થી વિજય

૧૯૯૩

ભારતનો ૧-૦થી વિજય

૧૯૯૭

ડ્રો

૨૦૦૧

શ્રીલંકાનો ૨-૧થી વિજય

૨૦૦૮

શ્રીલંકાનો ૨-૧થી વિજય

૨૦૧૦

૧-૧થી ડ્રો

૨૦૧૫

ભારતનો ૨-૧થી વિજય



ભારત વિ. શ્રીલંકા :

ટોપ-ફાઇવ બેટ્સમેન

બેટ્સમેન

ઇનિંગ્સ

રન

એવરેજ

૧૦૦

તેંડુલકર

૩૬

૧૯૯૫

૬૦.૪૫

જયવર્દને

૨૮

૧૮૨૨

૬૭.૪૮

દ્રવિડ

૩૨

૧૫૦૮

૪૮.૬૪

સંગાકારા

૨૮

૧૩૫૨

૫૨.૦૦

ડી સિલ્વા

૩૨

૧૨૫૨

૪૧.૭૩



ટોપ-ફાઇવ બોલર્સ

બોલર

ટેસ્ટ

વિકેટ

એવરેજ

શ્રેષ્ઠ

મુરલીધરન

૨૨

૧૦૫

૩૨.૬૧

૮૭/૮

કુંબલે

૧૮

૭૪

૩૧.૨૦

૫૯/૭

હરભજન

૧૬

૫૩

૩૯.૭૭

૬૨/૭

કપિલદેવ

૧૪

૪૫

૨૬.૫૫

૧૧૦/૫

એ.મેન્ડિસ

૩૪

૨૯.૦૦

૧૧૭/૬




સળંગ સૌથી વધુ ટેસ્ટશ્રેણી વિજય

ટીમ

ટેસ્ટશ્રેણી

સમયગાળો

-

વિજય

-

ઇંગ્લેન્ડ

૦૯

૧૮૮૪-૧૮૯૧

ઓસ્ટ્રેલિયા

૦૯

૨૦ખ૫-૨૦૦૮

ઓસ્ટ્રેલિયા

૦૭

૧૯૪૬-૧૯૫૨

ઓસ્ટ્રેલિયા

૦૭

૧૯૫૬-૧૯૬૧

વિન્ડીઝ

૦૭

૧૯૮૨-૧૯૮૬

ઓસ્ટ્રેલિયા

૦૭

૨૦૦૧-૨૦૦૪

ભારત

૦૭*

૨૦૧૫-?

 

Post Comments