કાનૂની

ગોપનીયતા નીતિ

છેલ્લે અપડેટ કર્યા તારીખ: ફેબ્રુઆરી, 2020


ટીકટોક ("પ્લેટફોર્મ") માં આપનું સ્વાગત છે. પ્લેટફોર્મ ટીકટોક પીટીઈ. લિ. (“ટીકટોક”, “અમે” અથવા “અમને”) દ્વારા પ્રદાન અને નિયંત્રિત કરવામાં આવે છે, જેનું નોંધાયેલ સરનામું, 201 હેંડરસન રોડ # 06-22, એપેક્સ@ હેન્ડરસન, સિંગાપોર 159545 છે.

અમે તમારી ગોપનીયતાના રક્ષણ અને આદર માટે પ્રતિબદ્ધ છીએ.આ નીતિ અમે તમારી પાસેથી એકત્રિત કરીએ છીએ, અથવા તમે અમને પ્રદાન કરો છો તે  વ્યક્તિગત ડેટા વિશેની અમારી પ્રથાઓને સમજાવે છે. જો તમે આ નીતિ સાથે સહમત ન હોય, તો તમારે પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

જો અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશે તમને કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને https://www.tiktok.com/legal/report/privacy પર સંપર્ક કરો.

સારાંશ

અમે તમારા વિશે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ?

જ્યારે તમે એકાઉન્ટ બનાવો અને પ્લેટફોર્મ પર સામગ્રી અપલોડ કરો ત્યારે અમે તમને આપેલી માહિતી અમે એકત્રિત કરીએ છીએ અને તેના પર પ્રક્રિયા કરીએ છીએ. આમાં પ્લેટફોર્મના તમારા ઉપયોગ વિશેની ટેકનીકલ અને વર્તણૂકલક્ષી માહિતી શામેલ છે. જો તમે એપ ડાઉનલોડ કરો અને પ્લેટફોર્મ સાથે કોઈ એકાઉન્ટ બનાવ્યા વિના સંપર્ક કરો તો પણ અમે તમારા વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ.

અમે તમારા વિશેની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીશું?

અમે તમને પ્લેટફોર્મ પ્રદાન કરવા અને તેને સુધારવા અને સંચાલિત કરવા માટે તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ. અમે તમારી માહિતીનો ઉપયોગ, અન્ય બાબતોની સાથે, તમને ‘ફોર યુ’ ફીડમાં સૂચનો બતાવીએ છીએ, પ્લેટફોર્મનો સુધારો અને વિકાસ કરીએ છીએ અને તમારી સલામતી સુનિશ્ચિત કરીએ છીએ. જ્યાં યોગ્ય હોય ત્યાં, અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ તમને લક્ષ્યાંકિત જાહેરાત આપવા અને પ્લેટફોર્મને આગળ વધારવા માટે પણ કરીશું.

અમે તમારી માહિતી કોની સાથે શેર કરીએ છીએ?

અમે તમારી માહિતી ત્રાહિત પક્ષ સેવા પ્રદાતાઓ સાથે શેર કરીએ છીએ જે ક્લાઉડ સ્ટોરેજ પ્રદાતાઓ જેવા પ્લેટફોર્મ પહોંચાડવા માટે અમારી સહાય કરે છે. અમે તમારી માહિતી વ્યવસાયિક ભાગીદારો, ટીકટોક જેવી સમાન જૂથની અન્ય કંપનીઓ, સામગ્રી મધ્યસ્થતા સેવાઓ, માપણી પ્રદાતાઓ, જાહેરાતકર્તાઓ અને વિશ્લેષણ પ્રદાતાઓ સાથે પણ શેર કરીએ છીએ. કાયદા દ્વારા જ્યાં અને જ્યારે જરૂરી હોય, ત્યારે અમે તમારી માહિતી કાયદા અમલીકરણ એજન્સીઓ અથવા નિયમનકારો સાથે અને કાનૂની બંધનકર્તા કોર્ટના આદેશને અનુસરીને, ત્રાહિત પક્ષો સાથે શેર કરીશું.

અમે તમારી માહિતીને કેટલા સમય સુધી જાળવી રાખીશું?

તમને સેવા પ્રદાન કરવી જરૂરી છે ત્યાં સુધી અમે તમારી માહિતી જાળવીએ છીએ. તમને સેવા આપવા માટે અમારે તમારી માહિતીની જરૂર નહીં હોય, અમારી પાસે આવી માહિતી રાખવા માટે કોઈ કાયદેસર ઉદ્દેશ હોય  અથવા જ્યાં માહિતી જાળવી રાખવાની કાયદેસરની જવાબદારી હોય, ત્યાં સુધી અમે તેને જાળવી રાખીએ છીએ. જો અમને લાગશે કાયદાકીય દાવાઓની સ્થાપના, અમલ અથવા સંરક્ષણ માટે તેમ કરવું જરૂરી છે કે રહેશે, તો અમે તમારો ડેટા જાળવી રાખીશું.

આ નીતિમાં થયેલા કોઈપણ ફેરફારો વિશે અમે તમને કેવી રીતે સૂચિત કરીશું?

અમે સામાન્ય રીતે અમારા પ્લેટફોર્મ પરની સૂચના દ્વારા આ નીતિમાં કોઈપણ સામગ્રી ફેરફારો અંગે બધા વપરાશકર્તાઓને જાણ કરીશું. જો કે, કોઈપણ ફેરફારની તપાસ માટે તમારે આ નીતિ નિયમિતપણે જોતા રહેવું પડશે. અમે આ નીતિની ટોચ પર "છેલ્લે અપડેટ કરેલ" તારીખને પણ અપડેટ કરીશું, જે આવી નીતિની અસરકારક તારીખને દર્શાવે છે. પ્લેટફોર્મને એક્સેસ કરીને અથવા તેનો ઉપયોગ કરીને, તમે સ્વીકારો છો કે તમે આ નીતિ વાંચી છે અને અમે તેને કેવી રીતે એકત્રિત કરીશું, તેનો ઉપયોગ અને પ્રક્રિયા કરીશું તે અંગેના તમારી વ્યક્તિગત માહિતીના સંબંધમાં તમારા અધિકારોને સમજો છો. ************************************************ **************************

1. અમે ઉપયોગમાં લઈએ છીએ તે વ્યક્તિગત ડેટાના પ્રકારો

અમે તમારા વિશે નીચેની માહિતી એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ:

તમારી પ્રોફાઇલ માહિતી. જ્યારે તમે તમારા વપરાશકર્તા નામ, જન્મ તારીખ (જ્યાં લાગુ હોય ત્યાં), ઇમેઇલ એડ્રેસ અને / અથવા ટેલિફોન નંબર, તમારી વપરાશકર્તા પ્રોફાઇલમાં તમે જાહેર કરેલી માહિતી અને તમારા ફોટોગ્રાફ અથવા પ્રોફાઇલ વિડિઓ સહિત પ્લેટફોર્મ પર નોંધણી કરો છો ત્યારે તમે અમને માહિતી આપો છો.

વપરાશકર્તા સામગ્રી અને વર્તણૂકલક્ષી માહિતી. પ્લેટફોર્મ પર, તમે સેટ કરેલી પસંદગીઓ (જેમ કે ભાષાની પસંદગી),  તમે અપલોડ કરેલા ફોટોગ્રાફ્સ અને વિડિઓઝ અને કરેલી ટિપ્પણીઓ("વપરાશકર્તા સામગ્રી") સહિતની તમે બનાવેલી સામગ્રી પર અમે પ્રક્રિયા કરીએ છીએ. અપલોડની પુષ્ટિ કરવા માટે "પોસ્ટ" ક્લિક કરતા પહેલા વપરાશકર્તા સામગ્રીની અપલોડની ગતિમાં સુધારો કરવા માટે, અમે અગાઉથી ઓડિઓ અને વિડિઓ અપલોડ કરવા માટે પ્રીલોડ સેવા પ્રદાન કરીશું. જો તમે અન્ય કારણોસર સામગ્રીને રદ કરશો અથવા અપલોડ કરવામાં નિષ્ફળ થશો, તો અમે અમારા સર્વરથી સંકળાયેલ ઓડિઓ અને વિડિઓને કાઢી નાખીશું. અમે સર્વે, પડકારો અને સ્પર્ધાઓ કે જેમાં તમે ભાગ લો છો તેના દ્વારા માહિતી એકત્રિત કરીએ છીએ. અમે પ્લેટફોર્મના તમારા ઉપયોગ વિશેની માહિતી પણ એકત્રિત કરીએ છીએ, દા.ત., અમે તમને બતાવેલ સામગ્રી સાથે તમે કેવી રીતે જોડાવ છો, તમે જુઓ છો તે જાહેરાતો, તમે જોયેલી વિડિઓઝ અને સામનો કર્યો હોય તેવી સમસ્યાઓ, તમને ગમતી સામગ્રી, તમે સેવ કરતા હોય તે ‘માય ફેવરીટ્સ’ સામગ્રી તેમજ તમે અનુસરતા હોય તેવા વપરાશકર્તાઓ સહિત તમે પ્લેટફોર્મ સાથે કેવી રીતે સંકળાયેલા છો. સામગ્રીને વ્યક્તિગત કરવાના હેતુ માટે અમે તમારી રુચિઓ, લિંગ અને વય સહિત પસંદગીઓનું પણ અનુમાન લગાવીએ છીએ. તમે જે પસંદ કરો છો અને તમે અપલોડ કરો છો તે સામગ્રી પરના પ્રતિસાદ, તમારી સામગ્રીને અન્ય વપરાશકર્તાઓ માટે પ્રોત્સાહિત કરવા અને તમારી પ્રોફાઇલ સહયોગની વધુ તકો પ્રસ્તુત કરે છે કે કેમ તે જાણવા, અમે તમારા વપરાશકર્તાઓ વિશેની માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ. જ્યાં યોગ્ય હોય ત્યાં અમે આ માહિતીનો ઉપયોગ વ્યક્તિગત કરેલ જાહેરાત આપવાના હેતુ માટે અને નવી સેવાઓ અને તકો વિશે તમને જણાવીશું.

ત્રાહિત પક્ષકારો પાસેથી માહિતી. તમે ત્રાહિત પક્ષકારો તરફથી અથવા પ્લેટફોર્મના તમારા ઉપયોગ દ્વારા અમારી સાથે અમુક માહિતી શેર કરવાનું પસંદ કરી શકો છો, અમે આવાત્રાહિત પક્ષની માહિતી આપમેળે એકત્રિત કરી શકીએ છીએ. અમે નીચે ત્રાહિત પક્ષકારો પાસેથી પ્રાપ્ત કરેલી માહિતી અંગે વધુ વિગત વર્ણવી છે:

વ્યવસાયિક ભાગીદારો

જો તમે તમારા સોશિયલ નેટવર્ક એકાઉન્ટ વિગતો (દા.ત. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ) ની મદદથી પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે નોંધણી કરવાનું પસંદ કરો, તો તમે અમને તમારા સોશિયલ નેટવર્ક અમને તમારા વપરાશકર્તા નામ અને સાર્વજનિક પ્રોફાઇલ પ્રદાન કરશો અથવા પ્રદાન કરવાની મંજૂરી આપશો. અમે તે જ રીતે તમારા એપ્લિકેશન આઈડી, એક્સેસ ટોકન અને સંદર્ભ આપતી યુઆરએલ જેવા તમારી સોશિયલ નેટવર્ક સાથે કેટલીક માહિતી શેર કરીશું. અમારી સાથે તમારી ફેસબુક સંપર્ક સૂચિ શેર કરવા વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અન્ય વપરાશકર્તાઓને શોધો અને તમારા મિત્રોને આમંત્રણ આપો.

જાહેરાતકારો અને જાહેરાત નેટવર્ક્સ

તમને વધુ સંબંધિત જાહેરાત પ્રદાન કરવા માટે તમારી સંભવિત રુચિઓનો તારણ કાઢવા માટે અમે તમારી પાસેથી એકત્રિત કરેલી માહિતી અને પ્લેટફોર્મ અને અન્ય ત્રાહિત પક્ષની સાઇટ્સ સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. આ માહિતી અમને મુલાકાત લીધેલી વેબસાઇટ્સ, તમે ડાઉનલોડ કરેલી એપ્સ અને તમે કરેલી ખરીદી વિશે જણાવે છે જેથી ભવિષ્યમાં તમને કઈ વસ્તુમાં વધુ રૂચિ હોઈ શકે તેના વિશે અમે અનુમાન કરી શકીએ અને અમારા પ્લેટફોર્મ પરની જાહેરાત કેટલી અસરકારક છે તે આકારણી કરી શકીએ. અમે આ માહિતીને અમારા એપ પર કૂકીઝ અને સમાન ટેકનોલોજીસના ઉપયોગ દ્વારા અને અમારા પ્લેટફોર્મ પર જાહેરાત આપતા અને જેમની સાઇટ્સની તમે મુલાકાત લો છો તે ત્રાહિત પક્ષો પાસેથી મળેલી સમાન માહિતીમાંથી એકત્રિત કરીએ છીએ.

ટેકનીકલ માહિતી જે અમે તમારા વિશે એકત્રિત કરીએ છીએ. તમે પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય ત્યારે તમે એકાઉન્ટ વિના એપનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે પણ આપમેળે તમારી પાસેથી કેટલીક માહિતી એકત્રિત કરીએ છીએ. આવી માહિતીમાં તમારું આઇપી એડ્રેસ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી (એટલે ​​કે તમે પ્લેટફોર્મ પર જોયેલી સામગ્રી), મોબાઇલ કેરિયર, ટાઇમ ઝોન સેટિંગ્સ, જાહેરાત હેતુઓ માટે ઓળખકર્તા અને તમે ઉપયોગ કરી રહ્યાં છો તે એપ્લિકેશનનો સંસ્કરણ શામેલ છે. પ્લેટફોર્મનું એક્સેસ કરવા માટે તમે જે ઉપકરણ, જેમ કે તમારા ડિવાઇસનું મોડેલ, ડિવાઇસ સિસ્ટમ, નેટવર્કનો પ્રકાર, ડિવાઇસ આઈડી, તમારું સ્ક્રીન રીઝોલ્યુશન અને ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં હોય તેના વિશેની માહિતી અમે પણ એકત્રિત કરીશું. જ્યાં તમે બહુવિધ ઉપકરણોથી લોગ ઇન કરી રહ્યા હોય, ત્યાં અમે તમારી પ્રોફાઇલ માહિતીનો ઉપયોગ ઉપકરણો પરની તમારી પ્રવૃત્તિને ઓળખવા માટે કરીશું.

સ્થાન. અમે સ્થાન-આધારિત સેવાઓ પ્રદાન કરીએ છીએ તેના સિવાય, તમારા ટીકટોક અનુભવને કસ્ટમાઇઝ કરવા માટે તમે સેટિંગ્સમાં પસંદ કરેલા 'પ્રદેશ' નો ઉપયોગ કરીએ છીએ, એવા કિસ્સામાં અમે જી.પી.એસ. એકત્રિત કરીએ છીએ (જ્યાં અમારી પાસે તમારી સંમતિ હોય છે).

અન્ય વપરાશકર્તાઓ શોધો અને તમારા મિત્રોને આમંત્રણ આપો. અમારા 'મિત્રો શોધો' ફંક્શનનો ઉપયોગ કરીને પ્લેટફોર્મના અન્ય વપરાશકર્તાઓ શોધવા કે નહીં તે તમે પસંદ કરી શકો છો. આ ફંક્શનાલીટી તમને તમારા ટેલિફોનની સંપર્ક સૂચિમાંથી અથવા ફેસબુક મિત્રોની સૂચિમાંથી તમારા કયા મિત્ર પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તે જોવા દે છે અને તમને તેમને ફોલો કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે. તમે પ્લેટફોર્મ પર જોડાવા માટે તમારા સંપર્કોને આમંત્રિત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ પણ કરી શકો છો. અમે તે વ્યક્તિ માટે તમારી પાસેની સંપર્ક માહિતીનો ઉપયોગ તમારા ટેલિફોનની સંપર્ક સૂચિમાંથી અથવા ફેસબુક મિત્રોની સૂચિમાંથી કરીશું અને તમને એસએમએસ, ઇમેઇલ અથવા ત્રાહિત પક્ષ સંદેશ (જેમ કે વોટ્સએપ, ફેસબુક (ફેસબુક મેસેંજર સહિત) અથવા ટ્વિટર) મોકલવાનો, તમારી ટીકટૉક પ્રોફાઇલ જોવા માટે આમંત્રિત કરવાનો વિકલ્પ આપીશું. ) .

કોઈન ખરીદો. જો તમે  ઈન-એપ ખરીદીઓ આપતા હોય તેવા ચોક્કસ અધિકારક્ષેત્રોમાં રહેતા હોવ, તો કૃપા કરીને અમારી વર્ચ્યુઅલ વસ્તુઓ નીતિની જોગવાઈઓ નોંધો. તમારી ખરીદી તમારા એપલ આઇટ્યુન્સ અથવા ગુગલ પ્લે એકાઉન્ટ દ્વારા કરવામાં આવશે. આવા વ્યવહારના સંબંધમાં અમે તમારી પાસેથી કોઈ આર્થિક અથવા બિલિંગ માહિતી માંગતા નથી. કૃપા કરીને આવી માહિતીને સંચાલિત કરવાના સંદર્ભમાં સંબંધિત એપ સ્ટોરની શરતો અને સૂચનાઓની સમીક્ષા કરો. જેથી અમે તમારા એકાઉન્ટને કોઈનમાં યોગ્ય મૂલ્ય સાથે જમા કરી શકીએ, તમે જે ખરીદી કરો છો, જે સમયે તમે તે ખરીદી કરો છો અને કેટલો ખર્ચ કર્યો છે તેની અમ નોંધ રાખીએ છીએ.

2. કૂકીઝ

આપમેળે માહિતી એકત્રિત કરવા, કયા વેબ પેજીસ પર તમે ક્લિક કરો છો અને તમે પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરો છો તેનું વિશ્લેષણ કરવા, પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમારા અનુભવમાં વધારો કરવા, અમારી સેવાઓ સુધારવા અને તમને પ્લેટફોર્મ પર અને તમારા અન્ય ઉપકરણો પર બીજે ક્યાંક લક્ષિત જાહેરાત પ્રદાન કરવા અમે અને અમારા વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ કૂકીઝ અને તે જ પ્રકારની અન્ય ટેકનોલોજીઓનો ઉપયોગ કરે છે (દા.ત., વેબ બીકન્સ, ફ્લેશ કૂકીઝ, વગેરે) ("કૂકીઝ"). કૂકીઝ એ નાની ફાઇલો હોય છે, જ્યારે તમારા ઉપકરણ પર મૂકવામાં આવે છે, ત્યારે પ્લેટફોર્મને અમુક સુવિધાઓ અને કાર્યક્ષમતા પ્રદાન કરવામાં સક્ષમ બનાવે છે. વેબ બીકન્સ એ ખૂબ જ નાની છબીઓ અથવા છબીઓમાં સામેલ કરેલા ડેટાના નાના ભાગ હોય છે, જેને "પિક્સેલ ટેગ્સ" અથવા "ક્લિયર જીઆઈએફ" તરીકે પણ ઓળખવામાં આવે છે, જે જોવામાં આવેલા પેજના સમય અને તારીખ, પેજનું વર્ણન, કૂકીઝ, મૂકવામાં આવેલા પિક્સલ ટેગ્સ, અને તમારા કમ્પ્યુટર અથવા ડિવાઇસથી તે પ્રકારની માહિતીને ઓળખી શકે છે. પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, તમે અમારી કૂકીઝના ઉપયોગ માટે સંમત થાઓ છો.

આ ઉપરાંત, અમે અમારા વ્યવસાયિક ભાગીદારો, જાહેરાત નેટવર્ક્સ અને અન્ય જાહેરાત વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ (એનાલિટિક્સ વેન્ડર્સ અને સેવા પ્રદાતાઓ સહિત) ને કૂકીઝ દ્વારા તમારી ઓનલાઇન પ્રવૃત્તિઓ વિશેની માહિતી એકત્રિત કરવાની મંજૂરી આપીએ છીએ. તમારા ઇમેઇલ અથવા અન્ય લોગ-ઇન અથવા ઉપકરણની માહિતીનો ઉપયોગ કરીને અમે તમારા સંપર્ક અથવા સબ્સ્ક્રાઇબર માહિતીને તમારા બધા ઉપકરણો પર અમારા પ્લેટફોર્મ પરની તમારી પ્રવૃત્તિ સાથે જોડીએ છીએ. આ ત્રાહિત પક્ષો આ માહિતીનો ઉપયોગ અમારા પ્લેટફોર્મ પર અને તમારી રુચિઓ, પસંદગીઓ અને લાક્ષણિકતાઓને અનુરૂપ ઓનલાઇન ક્યાંય પણ જાહેરાતો પ્રદર્શિત કરવા માટે કરી શકે છે. અમે આ ત્રાહિત પક્ષોની ગોપનીયતા પદ્ધતિઓ માટે જવાબદાર નથી અને આ ત્રાહિત પક્ષોની માહિતી પ્રણાલી આ નીતિ દ્વારા આવરી લેવામાં આવતી નથી.

તમે તમારી બ્રાઉઝર સેટિંગ્સને ગોઠવીને કૂકીઝને નકારી અથવા અક્ષમ કરી શકશો. કારણ કે દરેક બ્રાઉઝર ભિન્ન છે, કૃપા કરીને તમારા બ્રાઉઝર દ્વારા પ્રદાન થયેલ સૂચનાઓનો સંપર્ક કરો. કૃપા કરીને નોંધ લેશો કે તમારે અમુક પ્રકારની કૂકીઝનો ઇનકાર અથવા નિષ્ક્રિય કરવા માટે વધારાના પગલાં લેવાની જરૂર પડી શકે છે. ઉદાહરણ તરીકે, બ્રાઉઝર્સ અને મોબાઇલ એપ્સ કેવી રીતે કાર્ય કરે છે તેના મતભેદોને લીધે, તમારે બ્રાઉઝરમાં લક્ષિત જાહેરાત માટે ઉપયોગમાં લેવામાં આવતી કૂકીઝને નાપસંદ કરવા અને મોબાઇલ એપ્લિકેશન માટે લક્ષિત જાહેરાતને નકારવા માટે વિવિધ પગલાં લેવાની જરૂર પડી શકે છે, જેને તમારી ડિવાઇસ સેટિંગ્સ અથવા મોબાઇલ એપ્સ પરવાનગી દ્વારા તમે નિયંત્રણ કરી શકો છો.  આ ઉપરાંત, તમારી નકારવાની પસંદગી તે વિશિષ્ટ બ્રાઉઝર અથવા ડિવાઇસ માટે વિશિષ્ટ છે કે જેને તમે નકારો છો ત્યારે ઉપયોગ કરો છો, તેથી તમારે બ્રાઉઝર અથવા ડિવાઇસમાંથી દરેક માટે અલગથી નકારવાની જરૂર પડી શકે છે. જો તમે કૂકીઝને નકારવા, અક્ષમ કરવા અથવા કાઢી નાખવાનું પસંદ કરતા હોય, તો પ્લેટફોર્મની કેટલીક કાર્યક્ષમતા તમારા માટે ઉપલબ્ધ રહેશે નહીં.

3. અમે તમારી વ્યક્તિગત માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ

અમે તમારા વિશે એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ નીચેની રીતે કરીશું:

  • અમારી સેવામાં ફેરફારો વિશે તમને સૂચિત કરવા;
  • તમને વપરાશકર્તા સહાય પૂરી પાડવી;
  • તમે પ્રાપ્ત કરેલી સામગ્રીને વ્યક્તિગત કરવી અને તમને રૂચિકર હોય તેવી અનુકૂળ સામગ્રી પ્રદાન કરવી;
  • તમને વપરાશકર્તા સામગ્રી શેર કરવા અને અન્ય વપરાશકર્તાઓ સાથે સંપર્ક કરવા માટે સક્ષમ બનાવવા;
  • જો તમે આ ફંક્શનનો ઉપયોગ કરવાનું પસંદ કરો તો અમારી મેસેંજર સેવાને કાર્ય કરવા સક્ષમ બનાવવા;
  • તમને વર્ચુઅલ આઈટમ્સ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવવા;
  • તમારી સાથે વાતચીત કરવી; પ્લેટફોર્મ પર દુરુપયોગ, હાનિકારક પ્રવૃત્તિ, છેતરપિંડી, સ્પામ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધવી અને સામનો કરવામાં અમારી સહાય કરવી
  • તમારી સમુદાય દિશાનિર્દેશો અને અન્ય અયોગ્ય સામગ્રીના ઉલ્લંઘન માટે વપરાશકર્તા સામગ્રી, સંદેશાઓ અને સંબંધિત મેટાડેટાની સમીક્ષા સહિત તમારી સુરક્ષા અને સલામતીની ખાતરી કરવી;
  • ખાતરી કરવી કે સામગ્રી તમારા અને તમારા ઉપકરણ માટે સૌથી અસરકારક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે;
  • પ્લેટફોર્મ સુધારવા, પ્રોત્સાહન અને વિકાસ કરવા અને પ્લેટફોર્મ પર લોકપ્રિય વિષયો, હેશટેગ્સ અને ઝુંબેશને પ્રોત્સાહન આપવું;
  • ડેટા વિશ્લેષણ હાથ ધરવા અને તેની સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરવા પ્લેટફોર્મનું પરીક્ષણ કરવું;
  • તમને પ્લેટફોર્મની ઇન્ટરેક્ટિવ સુવિધાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવી;
  • તમને પ્લેટફોર્મ પર સામાજીક બનાવવા માટે સક્ષમ કરવા માટે, ઉદાહરણ તરીકે, અન્ય વપરાશકર્તાઓને "અન્ય મિત્રો શોધો" ફંક્શન દ્વારા અથવા તેમના ફોન સંપર્કો દ્વારા તમને ઓળખવાની મંજૂરી આપીને;
  • ખાતરી કરવા માટે કે તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે જરૂરી વય ધરાવો છો (કાયદા દ્વારા જરૂરી હોય તે).
  • તમને વ્યક્તિગત કરેલી જાહેરાત પૂરી પાડવી;
  • તમને સ્થાન-આધારિત સેવાઓ પ્રદાન કરવા (જ્યાં તે સેવાઓ તમારા અધિકારક્ષેત્રમાં ઉપલબ્ધ હોય છે);
  • અમારા નિયમો, શરતો અને નીતિઓ લાગુ કરવા; અને
  • મુશ્કેલીનિવારણ સહિત પ્લેટફોર્મનું સંચાલન કરવા

4. અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે શેર કરીએ છીએ

અમે નીચેના પસંદ કરેલા ત્રાહિત પક્ષકારો સાથે તમારો ડેટા શેર કરીએ છીએ:

વ્યાવસાયિક ભાગીદારો

જો તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે તમારા સોશિયલ નેટવર્ક એકાઉન્ટ(દા.ત. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ) ની વિગતોનો ઉપયોગ કરીને નોંધણી કરવાનું પસંદ કરો છો, તો તમે અમને તમારું યુઝરનેમ અને પબ્લિક પ્રોફાઇલ પ્રદાન કરશો અથવા તમારા સોશિયલ નેટવર્કને તે અમને પ્રદાન કરવાની મંજૂરી આપશો. તે જ રીતે અમે પણ સંબંધિત સોશિયલ નેટવર્કને તમારી એપ્લિકેશન આઈડી(ID), ઍક્સેસ ટોકન અને સંદર્ભ આપતી યુઆરએલ(URL) જેવી વિગતો શેર કરીશું. 

જયારે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામગ્રી શેર કરવાનું પસંદ કરો છો, ત્યારે તે પ્લેટફોર્મ પર વિડિઓ, યુઝરનેમ અને તે સાથેનું લખાણ શેર કરવામાં આવશે અથવા, વોટ્સએપ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા શેર કરવાના કિસ્સામાં, કન્ટેન્ટની લિંક શેર કરવામાં આવશે. 

ચુકવણી પ્રદાતાઓ

જો તમે કોઇન્સ ખરીદવાનું પસંદ કરો છો, તો અમે આ ટ્રાંઝેક્શનને પૂર્ણ કરવા સંબંધિત ચુકવણી પ્રદાતા સાથે ડેટા શેર કરીશું. એકવાર તમારા દ્વારા ચુકવણી કર્યા બાદ, તમને ઓળખવા માટે અને તમારા એકાઉન્ટને યોગ્ય કોઇન મૂલ્ય સાથે ક્રેડિટ કરવા માટે અમે એક ટ્રાંઝેક્શન આઈડી(ID) પણ શેર કરીએ છીએ.

સેવા પ્રદાતાઓ

અમે પ્લેટફોર્મની સુરક્ષા તેમજ તેના સુખદ સ્થળ હોવાની ખાતરી કરવા માટે અમારા વ્યવસાયને ટેકો આપતા સેવા પ્રદાતાઓ, જેમકે ક્લાઉડ સેવા પ્રદાતાઓ અને કન્ટેન્ટ મોડરેશન સેવા પ્રદાતાઓને માહિતી અને કન્ટેન્ટ પ્રદાન કરીએ છીએ. 

ઍનાલિટિક્સ પ્રદાતાઓ

અમે પ્લેટફોર્મ ઑપ્ટિમાઇઝેશન અને તેમાં સુધારણામાં સહાય કરવા માટે ઍનાલિટિક્સ પ્રદાતાઓનો ઉપયોગ કરીએ છીએ. અમારા ત્રાહિત પક્ષના ઍનાલિટિક્સ પ્રદાતાઓ લક્ષિત વિજ્ઞાપનોની સેવા આપવામાં પણ અમારી સહાય કરે છે.

વિજ્ઞાપકો અને વિજ્ઞાપન નેટવર્ક્સ

પ્લેટફોર્મના કેટલા અને કયા વપરાશકર્તાઓએ જાહેરાત જોઈ અથવા ક્લિક કરી છે તે બતાવવા માટે અમે વિજ્ઞાપકો અને ત્રાહિત પક્ષની માપણી કંપનીઓ સાથે પણ માહિતી શેર કરીએ છીએ. અમે પ્લેટફોર્મ પરની તમારી પ્રવૃત્તિઓને અન્ય વેબસાઇટ્સ પરની તમારી પ્રવૃત્તિઓ સાથે લિંક કરવા માટે માપણી કંપનીઓ સાથે તમારી ડિવાઇસ આઈડી(ID) શેર કરીએ છીએ; પછી અમે આ માહિતીનો ઉપયોગ તમને તમારી રુચિ મુજબની જાહેરાતો બતાવા માટે કરીએ છીએ.

અમારું કોર્પોરેટ ગ્રુપ

પ્લેટફોર્મને સુધારવા, તેને ઑપ્ટિમાઇઝ કરવા, તેના ગેરકાયદેસર ઉપયોગને અટકાવવા, યુઝર્સને સપોર્ટ આપવા તેમજ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પણ અમે અમારા અન્ય સભ્યો, સહાયક કંપનીઓ અથવા અમારા કોર્પોરેટ જૂથના આનુષંગિકો સાથે પણ તમારી માહિતીને શેર કરી શકીએ છીએ.

કાયદાનો અમલ

અમે તમારી માહિતી, કાયદાને અમલમાં મુકનાર એજન્સીઓ, જાહેર અધિકારીઓ અથવા અન્ય સંસ્થાઓ સાથે શેર કરીશું જો કાયદેસર રીતે આવું કરવાની જરૂર હોય, અથવા જો આવો ઉપયોગ કરવો વિવેકપૂર્વક રીતે જરૂરી છે જેમ કે નીચેના માટે:

  • કાનૂની જવાબદારી, પ્રક્રિયા અથવા વિનંતીનું પાલન કરવા; 
  • અમારી સેવાની શરતો, અન્ય કરારો, નિતિઓ અને ધોરણો લાગુ કરવા તેમજ તેઓના સંભવિત ઉલ્લંઘનની તપાસ કરવા;
  • સુરક્ષા, છેતરપિંડી અથવા તકનીકી સમસ્યાઓને શોધવા, અટકાવવા અથવા અન્યથા તેઓને ઉકેલવા માટે; અથવા 
  • અમારૂં, અમારા વપરાશકર્તાઓ, કોઈ ત્રાહિત પક્ષકાર અથવા લોકોના અધિકારો, સંપત્તિનું રક્ષણ કરવા અથવા કાયદાની આવશ્યકતા અને પરવાનગી મુજબ સુરક્ષા માટે (છેતરપિંડીથી  રક્ષણ અને ધિરાણનું જોખમ ઘટાડવાના હેતુઓ માટે અન્ય કંપનીઓ અને સંસ્થાઓ સાથે માહિતીની અદલબદલ કરવા સહિત). 

પબ્લિક પ્રોફાઈલ

કૃપા કરીને ધ્યાન આપો કે જો તમારી પ્રોફાઇલ સાર્વજનિક હોય, તો તમારી સામગ્રીને પ્લેટફોર્મ પરની કોઈપણ વ્યક્તિ જોઈ શકશે અને તમારા મિત્રો અને ફોલોઅર્સ તેમજ સર્ચ એન્જિન, સામગ્રી એકત્રિત કરનાર અને સમાચાર સાઇટ્સ જેવા ત્રાહિત પક્ષકારો તેને ઍક્સેસ અથવા શેર કરી શકે છે. તમે જ્યારે પણ કોઈ વિડિઓ અપલોડ કરો છો ત્યારે તે વિડિઓની દૃશ્યતા એટલે કે તેને કોણ જોઇ શકે છે, તેને બદલી શકો છો. વૈકલ્પિક રીતે, તમે "મેનેજ માય એકાઉન્ટ" સેટિંગ્સમાં જઇને તમારી સેટિંગ્સને 'પ્રાઇવેટ એકાઉન્ટ' માં ફેરવીને તમારી પ્રોફાઇલને ડિફોલ્ટ ખાનગી તરીકે સેટ કરી શકો છો. 

વેચાણ અથવા મર્જર

નીચેના સંજોગોમાં પણ અમે તમારી માહિતીને ત્રાહિત પક્ષકારોને જાહેર કરીશું:

  • જો અમે કોઈપણ વ્યવસાય અથવા સંપત્તિનું વેચાણ અથવા ખરીદી કરીએ છીએ (ભલે તે લિક્વિડેશન, નાદારી અથવા અન્ય કોઈ કારણસર હોય), તેવા સંજોગોમાં અમે આવા વ્યવસાય અથવા સંપત્તિના સંભવિત વિક્રેતા અથવા ગ્રાહકને તમારી માહિતી જાહેર કરીશું; અથવા 
  • જો અમે કોઈ વેચાણ, ખરીદી, અન્ય કંપનીઓ અથવા વ્યવસાયો દ્વારા મર્જર, ટેકઑવર, અથવા તેઓ સાથે ભાગીદારી કરીશું, અથવા અમારી કેટલીક અથવા તમામ સંપત્તિઓ વેચીશું, તો આવા વ્યવહારોમાં વપરાશકર્તાઓની માહિતી સ્થાનાંતરિત સંપત્તિમાં શામેલ હોઈ શકે છે.

5. અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યાં રાખીએ છીએ?

તમારી પાસેથી એકત્રિત કરેલ વ્યક્તિગત માહિતી, તમે જ્યાં રહો છો તે દેશની બહાર, સિંગાપોર અથવા યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત સર્વર પર રાખવામાં આવી શકે છે. અમે વૈશ્વિક અને સતત રૂપે તમને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે દુનિયાભરમાં મોટા સર્વરો જાળવીએ છીએ. 

6. તમારી પસંદગીઓ

તમે ટીકટોક(TikTok)માં સાઇન ઇન કરીને તમારી મોટાભાગની પ્રોફાઇલ માહિતીને ઍક્સેસ અને ઍડિટ કરી શકો છો. તમે અપલોડ કરેલ વપરાશકર્તા સામગ્રીને ડિલીટ કરી શકો છો. અમે પણ સેટિંગ્સમાં સંખ્યાબંધ ટૂલ્સ પ્રદાન કર્યા છે જેથી તમે બીજાઓ વચ્ચે નિયંત્રિત કરી શકો છો કે કોણ તમારી વિડિઓઝ જોઈ શકે છે, તમને સંદેશાઓ મોકલી શકે છે અથવા તમારી વિડિઓઝ પર કમેન્ટ્સ પોસ્ટ કરી શકે છે. જો તમારે આવું કરવાનું પસંદ કરવું હોય તો, તમે સેટિંગ્સમાંથી  તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે ડિલીટ પણ કરી શકો છો. તે ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તમારે કોઈ પ્રશ્નો પૂછવા હોય, અથવા તમે રહો છો તે દેશમાં તમને મળેલા કોઈપણ અધિકારો વિશે જાણવા માંગતા હોય, તો કૃપા કરીને https://www.tiktok.com/legal/report/privacy  પર અમારો સંપર્ક કરો.

7. તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષા

તમારી માહિતી સાથે સુરક્ષિત રીતે અને અમારી પૉલિસી મુજબ વ્યવહાર કરવામાં આવે, તેની ખાતરી કરવા અમે પગલાં લઇએ છીએ. દુર્ભાગ્યે, ઇન્ટરનેટ દ્વારા માહિતીનું પ્રસારણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. તેમ છતાં અમે તમારી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરીશું, ઉદાહરણ તરીકે, એન્ક્રિપ્શન દ્વારા. અમે પ્લેટફોર્મ દ્વારા પ્રસારિત તમારી માહિતીની સુરક્ષાની ગેરેંટી આપી શકતા નથી; એટલે કોઈપણ પ્રસારણ તમારા પોતાના જોખમે છે. 

તમારા અને અન્ય યુઝર્સના હકો અને સ્વતંત્રતા માટે વિવિધ સંભાવનાઓ અને ગંભીરતાના જોખમો સામે ઉચિત સુરક્ષાના સ્તરને સુનિશ્ચિત કરવા, અમારી પાસે યોગ્ય તકનીકી અને સંગઠનાત્મક સમાધાનો છે. અમે આ તકનીકી અને સંગઠનાત્મક સમાધાનોને જાળવીએ છીએ અને અમારા સિસ્ટમ્સની એકંદર સુરક્ષાને સુધારવા માટે સમયસર તેમાં સુધારો કરીએ છીએ.

અમે સમય સમય પર, અમારા ભાગીદાર નેટવર્ક્સ, વિજ્ઞાપકો અને આનુષંગિકોની વેબસાઇટ્સની અને/અથવા તેના પર અમારી લિંક્સ શામેલ કરીશું. જો તમે આમાંની કોઈપણ વેબસાઇટની લિંકને ફોલો કરતા હોય, તો કૃપા કરીને નોંધ લેશો કે આ વેબસાઇટ્સની પોતાની ગોપનિયતા નિતિઓ છે અને અમે આ નિતિઓ માટે કોઈ જવાબદારી અથવા કર્તવ્ય સ્વીકારતા નથી. કૃપા કરીને તમે આવી વેબસાઇટ્સ પર કોઈ માહિતી સબમિટ કરતાં પહેલાં તે નિતિઓ તપાસી લો.  

8. અમે તમારા વ્યક્તિગત ડેટાને કેટલા સમય સુધી રાખીએ છીએ?

જ્યાં સુધી તમને સેવા પ્રદાન કરવા માટે તે જરૂરી છે ત્યાં સુધી અમે તમારી માહિતી જાળવીએ છીએ. જયારે તમને સેવા આપવા અમને તે માહિતીની જરૂર હોતી નથી, ત્યારે અમે આવી માહિતીને ત્યાં સુધી જાળવી રાખીએ છીએ જ્યાં સુધી અમારી પાસે તેને જાળવવાનો કાયદેસર ઉદ્દેશ છે. જો કે, એવા પ્રસંગોમાં જ્યાં અમારી કાનૂની જવાબદારીઓનું પાલન કરવું હોય અથવા કાનૂની દાવાઓની સ્થાપના, અમલ અથવા સંરક્ષણ માટે તે જરૂરી હોય, ત્યાં અમે આ માહિતીને લાંબા સમય સુધી સાચવી રાખીએ છીએ.

તમારા દ્વારા અમારા પ્લેટફોર્મનો ઉપયોગ બંધ કર્યા પછી, અમે તમારી માહિતીને એકત્રિત અને અનામી સ્વરૂપમાં સંગ્રહિત કરીએ છીએ. 

9. બાળકો સંબંધિત માહિતી

ટીકટોક 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર નિયમન કરતું નથી. અમુક કિસ્સાઓમાં સ્થાનિક નિયમનકારી જરૂરિયાતો મુજબ આ ઉંમર વધારે પણ હોઈ શકે છે, કૃપા કરીને વધુ માહિતી માટે તમારી સ્થાનિક પ્રાઇવેસી પૉલિસી જુઓ. જો તમને એવું લાગે કે અમારી પાસે ઉક્ત ઉંમરથી નાના બાળકનો વ્યક્તિગત ડેટા છે અથવા તે એકત્રિત કરવામાં આવે છે, તો કૃપા કરીને https://www.tiktok.com/legal/report/privacy પર અમારો સંપર્ક કરો.

10. ફરિયાદ

જો કદાચ તમે તમારા વ્યક્તિગત ડેટા પર અમારા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાની રીત અંગે કોઈ ફરિયાદ કરવા માંગતા હોય તો, કૃપા કરીને સૌથી પહેલા https://www.tiktok.com/legal/report/privacy પર અમારો સંપર્ક કરો અને અમે બને એટલી જલ્દી તમારી વિનંતીનું સમાધાન કરવાનો પ્રયાસ કરીશું. આ સંબંધિત ડેટા સંરક્ષણ અધિકાર સાથે દાવો પ્રસ્તુત કરવાના તમારા અધિકારના પૂર્વાગ્રહ વિના છે. 

11. ફેરફારો

અમે સામાન્ય રીતે આ પૉલિસીમાં કરવામાં આવેલ કોઈપણ મહત્વપૂર્ણ ફેરફારો વિશે પ્લેટફોર્મ મારફત એક નોટિસ આપીને બધા યુઝર્સને સૂચિત કરીશું. જો કે, કોઈપણ ફેરફારની તપાસ કરવા માટે તમારે આ પૉલિસીને નિયમિતપણે જોવી જોઈએ. અમે આ પૉલિસીની ટોચ પર "છેલ્લે અપડેટ કરેલ" તારીખનો ઉલ્લેખ પણ કરીશું, જે આવી પૉલિસીની અસરકારક તારીખને દેખાડે છે. અપડેટ કરેલી પૉલિસીની તારીખ પછી પણ પ્લેટફોર્મની તમારી ઍક્સેસ અથવા તેનો  ઉપયોગ, અપડેટ કરેલી પૉલિસી માટે તમારી સ્વીકૃતિને ઘડે છે. જો તમે અપડેટ કરેલી પૉલિસી સાથે સંમત ન હોય, તો તમારે પ્લેટફોર્મને ઍક્સેસ કરવાનું અથવા તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ. 

12. સંપર્ક કરો

આ પૉલિસી સંબંધિત પ્રશ્નો, ટિપ્પણીઓ અને વિનંતીઓને https://www.tiktok.com/legal/report/privacy પર સંબોધન કરી મોકલવા જોઈએ.

પૂરક શરતો - અધિકારક્ષેત્ર-વિશિષ્ટ

‘પૂરક શરતો-અધિકારક્ષેત્ર વિશિષ્ટ’ની જોગવાઈઓ, કે જે તમારા અધિકારક્ષેત્રને સંબંધિત છે કે જ્યાંથી તમે સેવાઓને ઍક્સેસ અથવા ઉપયોગ કરો છો, અને બાકીની પૉલિસી વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં, સંબંધિત અધિકારક્ષેત્રની ‘પૂરક શરતો- અધિકારક્ષેત્ર-વિશિષ્ટ’નું આધિપત્ય અને  નિયમન રહેશે.

ભારત. જો તમે ભારતમાં અમારી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા હોય, તો આ પ્લેટફોર્મ બાઇટેન્ડન્સ (ઈન્ડીયા) ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રદાન અને નિયંત્રિત કરવામાં આવે છે.  સેવાઓ પ્રદાન કરવા અને પ્રોત્સાહન આપવા માટે ટીકટોક(TikTok) અમારી બ્રાંડ છે. ભારતથી આ સેવાઓનો ઉપયોગ કરતી વખતે, કૃપા કરીને આ પૉલિસીમાં ટીકટોક(TikTok)”, “અમે” અથવા અમનેવાંચો, ત્યારે બાઇટેન્ડન્સ (ઈન્ડીયા)ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો સંદર્ભ લેવો.