આયુર્વેદના ભિષ્મપિતામહ: બાપાલાલ વૈદ્ય

પ્રાચીન આયુર્વેદ જગતના ભિષ્મ પિતામહ,ઓચ્છવલાલ નાઝર આયુર્વેદ કોલેજ, તાપી બ્રહ્મચર્યાશ્રમ, આત્માનંદ સરસ્વતી ફાર્મસીના પ્રણેતા 34 જેટલાં આયુર્વેદ પુસ્તકોનું વિપુલ સર્જન કરનારા રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનારા ગુજરાતરત્ન, પીઢ અનુભવી વૈદ્યરાજ પ્રિ. બાપાલાલ વૈદ્યની 125 મી વર્ષગાંઠે ગુજરાત પોષ્ટ વિભાગ દ્વારા, ગર્વ. અખંડઆનંદ આયુર્વેદ કોલેજ અમદાવાદના સથવારે તેમના નામ અને ફોટા સાથે પોસ્ટલ સ્ટેમ્પ લોંચ કર્યાના સૂરતીઓ માટે ખુશીના સમાચાર છે. તાજેતરમાં જ એમના સુપુત્ર ડો. આનંદ વૈદ્યે વીર નર્મદ દ.ગુ. યુનિ.ના બાપાલાલ વૈદ્ય બોટનિકલ ગાર્ડનના સંવર્ધન માટે રૂા.20 લાખનું મોટું દાન આપ્યાના પણ સમાચાર મળ્યા છે. આ માટે બાપાલાલ વૈદ્યની સ્ટેમ્પ ઐતિહાસિક ઘટના માટે ગુજરાત પોસ્ટલ પરિવારના દુરંદેશી ચીફ પોસ્ટ માસ્તર જનરલ, પોસ્ટ માસ્તર જનરલ, ડાયરેકટર ઓફ પોસ્ટલ સર્વીસીસ અમદાવાદ અને ડો. બાપાલાલ વૈદ્ય પરિવારને બોટનિકલ ગાર્ડન સંવર્ધન માટે મોટા દાન માટે  અભિનંદન.

સુરત     -ભગુભાઇ પ્રે. સોલંકી  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts